error: This Content is protected !!

જસદણ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ ગુમ થયેલા ચાર મોબાઇલ શોધી માલિકોને પરત આપ્યા

જસદણ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા સરકારના CEIR પોર્ટલનો ઉપયોગ કરીને . છેલ્લા એક મહિનામાં ગુમ થયેલા કુલ ચાર મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે. અંદાજે રૂ. 85,497ની કિંમતના આ મોબાઇલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ ચાર મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા હતા. તમામ મોબાઈલની કુલ કિંમત રૂ. 85,497 થાય છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગોસાઈ, હેડ કોન્સ્ટેબલ રીઝવાનભાઈ બસીરભાઈ, યુપીસી તથા એપીસી પ્રવિણભાઈ માવજીભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જસદણ પોલીસની આ કામગીરીને નાગરિકોમાંથી પ્રશંસા મળી રહી છે, ગુમ થયેલા મોબાઇલ પરત મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો