error: This Content is protected !!

જસદણની પ્રાથમિક શાળાઑમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પાલીકાના કર્મચારી હર્ષદ ઉપાધ્યાયે રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા

કૈલાશ નગર તથા ચુનારાવાડ પ્રાથમિક શાળામાં ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી લકુમ તથા ચીફ ઓફિસર મેહુલ જોધપુરા ઉપસ્થિત રહ્યા

 

 

જસદણ શહેરની કૈલાશ નગર પ્રાથમિક શાળા તથા ચુનારા વાડ પ્રાથમિક શાળામાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા તથા ગુજરાત પોલ્યુશન બોર્ડ અધિકારી લકુમ સાહેબ તથા પાલિકાના કર્મચારી હર્ષદભાઈ ઉપાધ્યાય દ્વારા શાળા પ્રવેશોવ અંતર્ગત બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા શહેરી વિસ્તારમાં આવેલી શાળા માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં દર વર્ષ ની માફક આ વર્ષે પણ નગર પાલિકા ના કર્મચારી હર્ષદ ઉપાધ્યાય દ્વારા ચુનારાવાડ પ્રાથમિક શાળામાં ધોરણ ૩/૪/૫ તેમજ કૈલાસ નગર કન્યા શાળા માં ધોરણ ૫/૬/૭ માં પ્રથમ ક્રમાંક મેળવનાર તમામ વિધાર્થીઓ ને દરેક ને ₹૧૧૧૧/- નો રોકડ પુરષ્કાર આપી સન્માનિત કરવા માં આવ્યા હતા કાર્યક્રમ માં ચીફ ઓફિસર સાહેબ શ્રી મેહુલ જોધપુરા ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારી લકુમ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ હતી