ગોકળપર પ્રાથમિક શાળાના શિક્ષક મૂળ જસદણના અશોકભાઈ જોશીનૅ સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારીયા ના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત
દૅવભુમી દ્વારકા ખાતૅ જિલ્લા કક્ષાનૉ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારૉહ યૉજાયૉ જિલ્લા શિક્ષણ અધિકારીઑઍ શ્રેષ્ઠ સફળ શિક્ષકોનૅ સન્માનિત કર્યા
દેવભૂમિ દ્વારકા ખાતે શિક્ષક દિવસે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનૉ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો જૅમા મૂળ જસદણ ના વતની અને હાલ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ દિલીપભાઇ જૉષી નું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સમારોહમાં અધ્યાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપવા બદલ શ્રી ગોકલપર પ્રાથમિક શાળાના શિક્ષક જોષી અશોકભાઈને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2026 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જિલ્લા પસંદગી સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પસંદગી પામેલા જોષી અશોકભાઈ દિલીપભાઇ ને રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાના વરદ હસ્તે શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી વિશેષ સન્માનિત કરાયા હતા આ ગૌરવશાળી ક્ષણે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) હર્ષવર્ધન જાડેજા તેમજ જિલ્લા પ્રાથમિક " શિક્ષણાધિકારી (DPEO) મધુબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અશોકભાઈનીશૈક્ષણિક સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા