જસદણની વડોદ પ્રાથમિક શાળાના માનદ કર્તવ્ય નિષ્ઠ સૅવક શિક્ષક ગિરીશભાઈ બાવળીયાને લૉમૅવ ધામ ધજાળા ખાતે પંચાળ ગૌરવ એવોર્ડ એનાયત
લોમેવ ધામના પૂજ્યશ્રી ભરત બાપુ લીંબડીના ધારાસભ્ય કિરીટભાઈ રાણા પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણી તથા સુરેન્દ્ર નગર ના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા
જસદણ તાલુકાના વડોદ ગામની શ્રીવડોદ પ્રાથમિક શાળાના કર્તવ્ય નિષ્ઠ માનદ શિક્ષક આચાર્ય ગીરીશભાઈ બાવળીયા ને પાંચાળ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી દેવભૂમિ પાંચાળ પ્રદેશ માંથી પૂજ્ય શ્રી લોમ બાપુની જગ્યા લોમેવધામ ધજાળા ખાતે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષક ને પાંચાળ ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવૅછૅ જેમાં આ વખતે ઉત્તમ કામગીરી કરનાર જસદણના વડોદ પ્રાથમિક શાળાના માનદ સેવાભાવી આચાર્ય ગીરીશભાઈ બાવળીયા ને આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં લોમેવ ધામ ધજાળાના પરમ પૂજ્યશ્રી ભરતભાપુ લીંબડીના ધારાસભ્ય કિરીટભાઈ રાણા પાંચાળ પ્રદેશ બોર્ડના પ્રમુખ વિનુભાઈ વાલાણી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દ્વારા ગીરીશભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું.સન્માન બદલ તમામ ગ્રામજનો એ શુભેચ્છાઓ પાઠવી હતી