error: This Content is protected !!

જસદણની ઓમકાર સ્કૂલમાં શ્રેષ્ઠ પરિણામ થી શાળા તો ખુશ હોય જ પરંતુ વાલીઑ રાજીના રૅડ

જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ ઓમકાર સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવતાં શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે પરંતુ વાલીઓ પણ રાજીના રેડ થઈ ગયા છે વિદ્યાર્થીઓએ મહેનત, લગન અને શિક્ષકોના માર્ગદર્શનથી શ્રેષ્ઠ ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉંચા ટકા સાથે સફળતા મેળવી છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન સાથે પરિણામ મેળવ્યું છે. આ સિદ્ધિ માટે શાળાના પ્રિન્સિપાલશ્રી, શિક્ષકમંડળ તેમજ વાલીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. પ્રિન્સિપાલશ્રીએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓની સતત મહેનત અને શિક્ષકોના સમર્પિત માર્ગદર્શનના કારણે આ સફળતા મળી છે. આવનારા સમયમાં પણ શાળા વધુ સારા પરિણામો માટે પ્રયત્નશીલ રહેશે.”

આ પ્રસંગે વાલીઓએ પણ આનંદ વ્યક્ત કરી શાળાના શિક્ષણના ગુણવત્તાયુક્ત માળખાને વખાણ્યું હતું. સમગ્ર શાળા પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.