જસદણના જુના પીપળીયા ની શ્રી કેશવ શૈક્ષણિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉત્તમ ટકાવારી થી સ્કૂલ કેમ્પસ ખુશ
જસદણ તાલુકાના જુના પીપળીયામાં આવેલ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ ખાતે સારી ટકાવાળી મેળવનાર વિદ્યાર્થીઓ પર અભિનંદન શુભેચ્છાઓ વરસાદ વરસ્યો ધોરણ 10 બોર્ડ નું રિઝલ્ટ આવ્યું તેમાં શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ & કુમાર છાત્રાલય - જુના પીપળીયા એ 98% ટકા પરિણામ જેમાં બોદર ગાર્વિ એલ 90.48% નિમાવત હિર એસ 89.49% સાકરીયા હેપી એસ 93.44 % મેળવ્યા તેમજ અન્ય બોર્ડમાં વિદ્યાર્થીઓએ પણ બોર્ડમાં સારી ટકાવારી મેળવી સાથે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ડાયરેક્ટર મહેશભાઈ લીંબાસીયા અને પ્રમુખ ભાવેશભાઈ છાયાણી એ તમામ વિદ્યાર્થીઓ અને તજજ્ઞ શિક્ષકોની ટીમ ને 98 % રિઝલ્ટ લાવવા બદલ અભિનંદન પાઠવ્યા.