error: This Content is protected !!

અમરેલીના બાબરામાં સમી સાંજે તીક્ષ્ણ હથિયારથી વિંછીયાના ફુલઝરના યુવકની હત્યા કરીયાણા રોડ પરથી લાશ અને કાર મળી

સાત જેટલા શખ્સોએ ગળાના ભાગે તિક્ષણ હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવી બાબરાના પીઆઇ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી  

 

અમરેલીના બાબરા શહેરમાં સમી સાંજના સમયે હત્યાની એક ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે શહેરના કરિયાણાથી જીવાપર જવાના રોડ પર એક યુવકની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ સાત જેટલા શખ્સો સંડોવાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.ગળા પર ક્રુરતાપૂર્વક ઘા ઝીંક્યાના નિશાન સાત શખ્સોએ હત્યા કર્યાંનું પ્રાથમિક તબક્કે ખૂલતાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મળતી માહિતી મુજબ બાબરાના કરિયાણા-જીવાપર રોડ પર લોહીલુહાણ હાલતમાં એક યુવકની લાશ પડી હોવાની જાણ થતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા મૃતક યુવકની ઓળખ ભરત | વલ્લભભાઈ ઉંગરેજિયા તરીકે થઈ છે જે મૂળ રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ફુલઝર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હત્યારાઓએ યુવકના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યાના બનાવની જાણ થતા જ બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યામાં અંદાજે ૭ જેટલા શખ્સો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમના દ્વારા પૂર્વ આયોજિત કાવતરું ઘડીને આ વારદાતને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે ઘટનાસ્થળની તલાશી લેતા પોલીસને ત્યાંથી એક કાર મળી આવી છે. હ્યુન્ડાઈ કંપનીની આ કાર અમદાવાદ પાર્સિંગની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ કાર કબજે કરી ચક્રો ગતિમાન કર્યા છે.