લીલાપુર પાસૅ ટ્રકમાં ભુસાની આડમા સંતાડેલ રૂ 1.60 કરોડનો જંગી વિદેશી દારૂનૉ જથ્થો જસદણ પોલીસે ઝડપી પાડ્યો
1699 પેટી દારૂ 81,552 દારૂની બોટલો સાથૅ ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ આદરી
રાજકોટ રેન્જ આઈ જી નિર્લિપત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ની સૂચના મુજબ નશા ખોરી ને નાબૂદ કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જસદણના લીલાપુર નજીકથી જસદણ પી.આઈ ગોસાઈ અનૅ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે ભુસુ ભરેલ એક ટ્રક ઝડપી ઝડપી તેની તપાસ કરતા ટ્રકમાંથી 1699 પેટી ઇંગલિશ દારૂ 81 હજારથી વધારે નંગ દારૂની બોટલો જેની કિંમત 1 કરોડ 60 લાખ ના મુદ્દામાલ સાથે આરોપી રાહુલ ગુડવાલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ જસદણ પોલીસની મોટી સફળતા સાંપડી છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર ખટારા મોઢે દારૂ ઝડપાયો છે તે દારૂબંધી કાગળ ઉપર હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે ₹૧.૬૦ કરોડથી વધુનો વિદેશી દારૂ જળપાતા હાલ જસદણ પોલીસને મોટી સફળતા સાંપડી છે વધુ વિગત મુજબ લીલાપુર ગામ પાસે જસદણ પોલીસે ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. પોલીસે કુલ 81,552 દારૂની બૉટલૉ રૂ ૧૬૯૯ ટ્રક સહિત કરોડો રૂપિયાનૉ મુદ્દા માલ જપ્ત કર્યો છે અને આ જંગી અંગ્રેજી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ગુજરાતના કયા વિસ્તારમાં પહોંચાડવાનો હતો તે દિશામાં જસદણ પોલીસે તપાસ આદરી છે