error: This Content is protected !!

વીંછિયામા સ્ટેટ મોનેટરીંગ સેલનૉ દરૉડૉ 591 પેટી વિદેશી દારૂ ઝડપી પડ્યો રાજસ્થાની ડ્રાઇવરની ધરપકડ 94.13 લાખનો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીના કાયદાના અમલીકરણ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. વિંછીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા થોરીયાળી-વિંછીયા પાળીયાદ રોડ પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં કુલ રૂ. ૯૪.૧૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.SMC ના PSI એ.જી. અનુરકરન અને તેમની ટીમે બાતમીના આધારે આ દરોડો પાડયો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. ૭૪,૦૭,૮૮૮/- ની કિંમતના વિદેશી દારૂના ૫૯૧ બોક્સ (કુલ ૨૮,૩૬૮ બોટલ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ. ૨૦,૦૦,૦૦૦/- ની કિંમતનો એક ટ્રક, બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડ્રાઈવિંગ લાયસન્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ દારૂ ખાસ કરીને ચંદીગઢ અને રાજસ્થાનમાં વેચાણ માટે બનાવવામાં આવ્યો હતો અને તેને ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર ઓમપ્રકાશ ખેરાગ્રામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દારૂનો સપ્લાયર શૂટર (રાજસ્થાન), દારૂ મંગાવનાર વિજયભાઈ લગધીરભાઈ ખાચર (સુરેન્દ્રનગર), પ્રતીક ઉર્ફે છોટું પ્રફુલભાઈ સોમૈયા (સુરેન્દ્રનગર), ઉદયભાઈ કલ્લુભાઈ ખાચર (વિંછીયા) અને ટ્રક માલિકનો સમાવેશ થાય છે.