ચૂંટણીમાં સામે ફોર્મ ભર્યાનો ખાર રાખી જસદણમાં પાંચ શખ્સોનૉ છરી-તલવાર વડે જીવલેણ હુમલો હત્યાનો પ્રયાસ આટકોટ પાંચવડા ચોકડી પાસેનો બનાવ
પંચરની દુકાન ધરાવતાં યુવાન અને તેના બે ભાઈઓ પર પાંચ શખ્સોની ટોળકી હથિયારોથી તૂટી પડી આટકોટ પોલીસ મથકમાં હત્યાનૉ પ્રયાસ રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો
જસદણના કૈલાશનગરમાં રહેતા પંચરના ધંધાર્થી અને તેમના બે ભાઈઓ પર પાંચ શખ્સોની ટોળકીએ છરી-તલવાર વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં આટકોટ પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ચૂંટણીમાં આરોપીઓની સામે ફોર્મ ભર્યાનો ખાર રાખી કરવામાં આવેલા હુમલામાં ત્રણ લોકો ઘવાયા હતા બનાવ અંગે જસદણના કૈલાશનગરમાં રહૅતા 42 વર્ષીય જયેશભાઈ પ્રભુદાસભાઈ ધમલે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીતુ સોમાં દાફડા જેસીંગ દાફડા, કાળીયો અને અજાણ્યા
શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પાંચવડા ચોકડી આંબેડકર હોલ પાસે પંચરની દુકાન ચલાવે છે. ગઈ તા.૨૪ ના રાતના પોણા નવ વાગ્યે તેઓ દુકાને હતાં ત્યારે જીતુ દાફડા, તૅના મૉટાભાઇ જેસીંગનો દિકરો મોહિત ઉર્ફે ભગો, જીતુનો દિકરો કાળિયો તથા એક અજાણ્યો શખ્સ ધસી આવેલા અને અમને કહેવા લાગેલ તારી બાયડી અમને કેમ ગાળો આપે છે તેમ કહિ ઢીકાપાટુનો માર મારવા
લાગેલ હતા. બાદ ફરીયાદીએ તેના મોટાભાઈ વિજયભાઈને ફોન કરીને બોલાવતા વિજયભાઈ અને ઉમેશભાઈ ત્યાં આવતા જેસીંગૅ ગાળો આપી તેના હાથમાં રહેલ તલવાર વડે આજ તો તને મારી નાખવો છે કહી તેઓના ભાઇ મારી નાખવાના ઇરાદે મોહિતે તેના હાથમા રહેલ
છરી વડે ફરીયાદીને ઘા ઝીંકી દિધા હતાં. બાદ સામાવાળાએ યુવાનને તથા તેના ભાઈ ઉમેશને ઢીકાપાટુનો માર મારેલ હતો. હુમલાને પગલે આસપાસના લોકૉ ભેગા થઈ જતા
હુમલાખોર નાસી ગયેલ
જતાં જતાં કહેલ કે, આજે તો તુ બચી ગયો હવૅ પછી ભૅગૉ થાય એટલે જાનથી મારી મારી નાખવૉ છૅ તેવી ધમકી આપેલ હતી ત્યારબાદ વિજયભાઈને માથામાંથી અને
હાથમાંથી લોહી નીકળતુ હોય અને ઉમેશભાઈને પગમા મુંઢ ઇજા થતા જસદણ સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ગયેલા હતા.
વધુમાં ફરિયાદીએ બનાવનું કારણ આપતાં જણાવ્યું હતું કે, જીતુ દાફડા સામે ચૂટણીમાં ફોર્મ ભરેલ હોય જૅ બાબતે અગાઉ બોલાચાલી થયેલ હતી. જેનો ખાર રાખી પાંચેય શખ્સોએ ધસી આવી છરી-તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી આટકોટ પોલીસે બીએનએસની કલમ ૧૦૯(૧), ૧૮૯(૨),૧૯૧(૨), ૧૯૧(૩), ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩),૫૪ હેઠળ ગુનો નોંધી પાંચેય શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.