error: This Content is protected !!

જસદણના જિલેશ્વર પાર્ક ખાતે બાળકોમાં સર્જનાત્મકતા વિકસે તેવા હેતુથી ભવાની આર્ટ દ્વારા હસ્તકલા કેમ્પ યોજાયો

જસદણ શહેરના કમળાપુર રોડ ઉપર આવેલ જિલ્લેશ્વર પાર્ક ખાતે ભવાની આર્ટ દ્વારા હસ્તકલા કેમ્પ યોજાયો હતૉ જૅમા નાના બાળકોને માટીમાંથી સુંદર મૂર્તિ કેવી રીતે બનાવવી તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલ્પનાશક્તિને આકાર આપ્યો હતો.કેમ્પમાં કલાકારો દ્વારા બાળકોને માટીને અલગ અલગ આકાર 

આપવાની કળા તેમજ મૂર્તિ બનાવવાની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં સર્જનાત્મકતા વિકસે અને ભારતીય હસ્તકળા પ્રત્યે રસ વધે તે રહ્યો હતો.વાલીઓએ પણ આ પ્રકારના સર્જનાત્મક કાર્યક્રમને વખાણ્યો હતો.ભવાની આર્ટ કેમ્પ દ્વારા આયોજિત આ હસ્તકલા કેમ્પ બાળકો માટે યાદગાર અને પ્રેરણાદાયી બન્યો હતો.