error: This Content is protected !!

જસદણના ગઢડિયા જામ ગામૅ ખેતરમા વાવૅલ લીલી જુવાર પાકમાં સંતાડેલો રૂ. 66,500 દારૂ કબજે

દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાડલા પોલીસ ની મૉટી કાર્યવાહી 266 નંગ દારૂના ચપલા ઝડપાયા બુટલેગર ફરાર 

 

 

 

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાડલા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી ગઢડીયા(જામ) ગામની સીમમાં આવેલ ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ 266 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા કબજે કરી આશરે રૂ.66,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભાડલા પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન કોન્સ્ટેબલ મહિપતભાઈ જાંબુકીયા તથા ફુરકાનભાઈ ગીગાણીને બાતમી મળી હતી કે ગઢડીયા ગામના રવીભાઈ રમેશભાઈ વધેરાએ પોતાની વાડીમાં વાવેલા લીલી જુવાર ના પાક વચ્ચે વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે. જે બાતમીના આધારે પોલીસે પંચોને સાથે

રાખી સ્થળ પર દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન જારના પાક વચ્ચે પ્લાસ્ટિકના કંતાન નીચે છુપાવેલો દારૂ મળી આવ્યો હતો અને આ જગ્યાએથી પોલીસે કુલ 266 નંગ ચપલા કબજે કર્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન એપ્લિકેશન મારફતે ઓનલાઈન પુરાવા પણ એકત્ર કર્યા હતા. પોલીસે ઈ-સાક્ષી

જો કે દરોડા સમયે આરોપી રવીભાઈ વધેરા સ્થળ પરથી મળી આવ્યો ન હતો. ભાડલા પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઈ) તથા 116(બી) મુજબ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. બનાવની વધુ તપાસ એ.એસ.આઈ. એ.એસ. ગામીત ચલાવી રહ્યા છે. પોલીસની આ સફળ કામગીરીથી વિસ્તારમાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.