જસદણના ગોડલાધારની સીમમાંથી જુગટુ રમતા ત્રણ પત્તા પ્રેમીઓ ઝડપાયા
જસદણ તાલુકાના ગોડલાધાર ગામની સીમમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પત્તા ટીચતા ત્રણ ઝડપાયા હતા રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિપ્ત રાય, એસ.પી. વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં જુગાર પ્રોહિબિશન જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે અપાયેલી સૂચનાઓના પગલે સફળ કામગીરી કરી હતી. પોલીસની ટીમે ગોડલાધારની સીમમાં બાતમીના આધારે દરોડો પાડયો હતો, દરમિયાન જુગાર રમી રહેલા મગનભાઈ કુકડીયા, ગણપતભાઈ કેરાળીયા, પ્રવીણભાઈ ભુસડીયા નામના ત્રણને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 10,700, ત્રણ મોબાઈલ | ફોન મળી 23,700 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.