error: This Content is protected !!

સરધારના હલેન્ડા ગામમાં 'કૂકડો' ચોરીને મારી નાંખ્યાની શંકા કરી બહાદુર પર હુમલો

ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો : કાકાના સગામાં થતાં વારસુર, લાલો, અજય સહિતનાએ પાઈપથી ફટકાર્યો

 

રસરધાર તાબેના હલેન્ડા ગામે રહેતાં યુવાન પર તેના જ કાકાના સગામાં થતાં શખ્સોએ પાઈપથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હુમલાખોરોનો એક કૂકડો (મરઘો) ચોરાઈ ગયો હોઈ તે આ યુવાને ચોરીને મારી નાંખ્યાની શંકા હોઈ તેના કારણે હુમલો કરવામાં આવ્યો હતો.જાણવા મળ્યા મુજબ હલેન્ડામાં રહેતો બહાદુર વશરામભાઈ સોલંકી (ઉ.વ.૨૦) સાંજે ગામમાં હતો ત્યારે તેના કાકાના સગામાં થતાં વાસુર દેવીપૂજક, લાલો, અજય સહિતના ધસી આવ્યા હતાં અને ગાળો દઈ ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઈપથી ફટકારતા દેકારો મચી ગયો હતો. માણસો ભેગા થઈ જતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં.

બહાદુરને ઈજાઓ થઇ હોઈ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. બહાદુરે કહ્યું હતું કે તે ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દિકરી છે. હુમલો કરનારા તેના ઘરથી દૂર રહે છે. તેનો કૂકડો ચોરાઈ ગયો હોઈ આ કૂકડો હું ચોરી લાવ્યો છું અને મારી નાંખ્યો છે તેવી તેને શંકા હોઈ જેના કારણે હુમલો કર્યો હતો