error: This Content is protected !!

જસદણમાં પર્યાવરણ જાગૃતિ સર્જનાત્મકતા વેસ્ટ માંથી બેસ્ટ આર્ટ કેમ્પમાં મંત્રી બાવળીયા એ બાળકોની કલાકૃતિ નિહાળી પ્રોત્સાહિત કર્યા હતા

પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડે આર્ટ કલા હસ્તકલા મિરર વરલી હેન્ડ વર્ક જેવી વિવિધ બાળકોની કલા નિહાળી

 

જસદણ ખાતે ભવાની આર્ટ કેમ્પમાં બાળકોમાં સર્જનાત્મકતાનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આગળ કઈ રીતે વિકાસ કરવો તે અંગે પણ સમજ આપવામાં આવી હતી. કેમ્પમાં મેંદી ક્લાસ, વેસ્ટમાંથી બેસ્ટ, બોટલ આર્ટ, ફેબ્રિક પેઇન્ટિંગ, ક્લે આર્ટ, મીરર વર્લી આર્ટ, હેન્ડવર્ક અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત મૂર્તિ બનાવવાની ડેમો, નાના બાળકો માટે વિવિધ એક્ટિવિટીઝ, ડ્રેસ કલર, ક્રાફ્ટ એક્ટિવિટીઝ, કોટન ક્રાફ્ટ, કલર બાય નંબર, આઈસ્ક્રીમ સ્ટીકમાંથી પેન્સિલ બોક્સ બનાવવાની રીત, ટ્રેસ કલર, જિક જાગ, રેંટર ટાયર એક્ટિવિટી તેમજ ચકલીનો માળો કેવી રીતે બનાવવો તેની માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે “પર્યાવરણ બચાવો” નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

કેમ્પની મુલાકાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની કૃતિઓ નિહાળી પ્રશંસા વ્યક્ત કરી હતી. કેમ્પના આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવતી કાલે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવશે.