સરધાર ત્રંબાના વડાળી ગામે પિતાએ ઠપકો આપતાં ૧૮ વર્ષીય આશા ઘોટનો આપઘાત
બપોરે જમ્યા બાદ વાસણ સાફ ન કરતા ઠપકો આપેલો, જે બાદ સાંજે ઝેરી દવા પી લીધી હતી
રાજકોટની ભાગોળે આવેલ સરધાર ના વડાળી ગામે પિતાએ ઠપકો આપતાં ૧૮ વર્ષીય આશા ઘોટએ આપઘાત કરી લીધો હતો. બપોરે જમ્યા બાદ વાસણ સાફ ન કરતા ઠપકો આપેલો. જેનું લાગી આવતા સાંજે ઝેરી દવા પી પગલું ભરી લીધું હતું.
મળતી માહિતી અનુસાર, આશાબેન બલુભાઈ ઘોટ ઉંમર વર્ષ ૧૮, રહે.વડાળી ગામ, જયભાઈ ડાભીની વાડીએ, તા. જિ. રાજકોટ) ગઈકાલે સાંજે ૬ વાગ્યાં આસપાસ વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાઈ હતી. અહીં ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. રાજકોટ, સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી હોસ્પિટલ પહોંચેલી પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. પરિવારજનોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આશાબેન સાત બહેનોમાં ચોથા નંબરના હતા. તેમના પિતાનું નામ બાલુભાઈ ભુતાભાઈ ઘોટ છે. તેઓનું મૂળ વતન અમદાવાદનું બાયડ ગામ છે. હાલ પરિવાર જયભાઈ ડાભીની વાડીએ રહીં ખેત મજૂરી કરે છે. પરિવારના સભ્યો બપોરે જમ્યા હતા. પછી પિતાએ આશાને વાસણ સાંફ કરી નાખવા કહ્યું હતું. તેણે વાસણ સાફ ન કરતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો. જેનું લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.