રાજકોટ દુધ સંઘ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂા. ૨૦ નો વધારો જિલ્લાના હજારો પશુપાલકોને લાભ થશે
દૂધ ડેરી સાથે જોડાયેલા 50 હજાર દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે ગોરધન ધામેલીયા
રાજકોટ જિલ્લા દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે આ અંગે રાજકોટ જિલ્લા દૂધ ડેરીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું કે હાલની 'પરીસ્થિતિ વૈશ્વિક ઉદ્યોગ અને વેપાર માટે કઠીન છે અને યુધ્ધના કારણે ઈઘણ અને પેકીંગ મટિરિયલના ભાવમાં વધારો અને પરિવહન ખર્ચમાં પણ ખુબ વધારો થયો છે. બીજી તરફ પશુઆહારમાં કાચા માલના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ અંદાજીત બમણો વધારો થયો છે. આ તમામ પરીબળો અને વધતા ખર્ચ વચ્ચે પણ રાજકોટ ડેરી પશુપાલકોના હિતને પ્રથમ સ્થાન આપે છે. માટે દૂધના ખરીદ ભાવમાં હવે થી પ્રતિ કિલો ફેટે રૂા. ૨૦/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૮૫૦/- કરવા નિર્ણય નકકી કરેલ છે. અત્યારે દુધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૮.૩૦/- ચુકવવામાં આવી રહ્યો છે. દૂધ સંઘ દ્વારા તા. ૨૧-૫-૨૦૨૬ થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા. ૮૫૦/- ચુકવવા નકકી થઇ છે. દૂધ મંડળીઓ તેના દુધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. ૮૪૫/- ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક કાયદો થશે