error: This Content is protected !!

જસદણના જીવાપર ગામે ઘરે જતા અરવિંદભાઈ રાઠોડને માથામાં ધોકો ઝીંકી ઢીમ ઢાળી દીધું આરોપી હરેશ કોળીએ અગાઉ નશામાં ઝઘડો કરેલો

પોલીસ કડકાઈના દાવા કરે પણ રાજકોટ ગ્રામ્ય પંથકમાં અસામાજિક તત્વોને જાણે કોઈ ખૌફ નથી નશાખોરો બેફામ બન્યા

 

 જસદણના જીવાપર ગામે ઘરે જતા અરવિંદભાઈ રાઠોડને માથામાં ધોકો ઝીંકી ઢીમ ઢાળી દીધું : આરોપી હરેશે કોળીએ અગાઉ પણ નશામાં ઝઘડો કરેલો દારૂબંધીના કાયદા વચ્ચે નશાખોરો બેફામ બનતા રાજકોટ રૂરલ પોલીસમાં દોડધામ મચી ગઈ છે. નવા રેન્જ આઇજી મુકાતા પોલીસ કડકાઈના દાવા થઈ રહ્યા છે. પણ રાજકોટ ગ્રામ્ય પંથકમાં અસામાજિક તત્વોને જાણે કોઈનો ખૌફ નથી. ગઈકાલે સાંજે અને મોડી રાત્રે જસદણ માં હત્યા થતા રાજકોટ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ (ઉં.વ.35, જીવાપર ગામ જસદણ, જિ.રાજકોટ) ગઈકાલે સાંજે 5.30 વાગ્યા આસપાસ ચાલીને ઘરે જતા હતા ત્યારે ગામના ચોરા પાસે હનુમાનજીની ડેરી પાસે હરેશ લીંબાભાઈ કોળીએ તેને અટકાવી ધોકા અને ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં અરવિંદભાઈને માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી. તેમને જસદણ હોસ્પિટલે ખસેડતા ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યા મુજબ અરવિંદભાઈ ખેતી મજૂરી કરતા હતા. 2 બહેન અને 3 ભાઈ બીજા નંબરના હતા. તેમને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. અરવિંદભાઈ ને અગાઉ એક વર્ષ પહેલા અને ત્યારબાદ ચારેક મહિના પહેલા હરેશ સાથે બોલાચાલી માથાકૂટ થઈ હતી.

હરેશને નશો કરવાની ટેવ હોય અવારનવાર ઝઘડા કરતો હતો. ગઈકાલે સાંજે અરવિંદભાઈ ગામની નજીક પ્લોટમાં આવેલા નવા ઘરેથી ગામની મધ્યે આવેલા જૂના ઘરે જતા હતા ત્યારે હરેશ ગામના ચોરા પાસે પોતાના કાકાના દીકરા વિપુલની ગોલાની રેકડીએ ઉભો હતો. અરવિંદને આવતો જોઈ હરેશ હરકતમાં આવ્યો હતો અને અરવિંદને રોડ ઉપર જ અટકાવ્યો હતો.પ્રથમ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. પછી ઉશ્કેરાઈને હરેશે કોઈ ધારદાર હથિયાર અને ધોકા વડે અરવિંદને માર માર્યો હતો અને હત્યાને અંજામ આપ્યો હતો. આરોપીસ સ્થળ ઉપરથી ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.