error: This Content is protected !!

કંધેવાળીયા ગામની સીમમાં જાહેર ફરજામા જૂગાર રમતા ૬ શખ્સો નૅ ગંજીપાના અને રોકડ સાથે વિંછીયા પોલીસે ઝડપી પાડ્યા

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજ તથા ડો. નવીન ચક્રવતી વિભાગીય અધિક્ષક જસદણ વિભાગ દ્વારા દારૂ-જૂગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે વિંછીયા પોલીસે કંધેવાળીયા ગામની સીમમાં ભરતભાઈ માવજીભાઈ ઓળકીયા રહે. કંધેવાળીયા વાળાની વાડીની બાજુમાં આવેલ ખુલ્લા ફરજામાં રેઈડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧)ભરતભાઈ માવજીભાઈ ઓળકીયા ઉ.વ.૪૦ રહે. કંધેવાળીયા તા.વિંછીયા, (૨) રસીકભાઈ જવેરભાઈ ડાભી ઉ.વ.૩૫ રહે.વિંછીયા કોટડાની નળ તા.વિછીયા, (૩) ભરતભાઈ ઈસાભાઈ પીઠવા ઉ.વ.૪૮ રહે.વિછીયા જીનના ઢોરે તા.વિછીયા, (૪) રાજુભાઈ મોહનભાઈ ખેતરીયા ઉ.વ.૩૨ રહે.કંધેવાળીયા તા.વિછીયા, (૫) લાલજીભાઈ આંબાભાઈ ટીંબલ ઉ.વ.૫૫ રહે.પીપરડી તા.વિછીયા તથા (૬) રમેશભાઈ મોરભાઈ બાંભણીયા ઉ.વ.૪૨ રહે.કંધેવાળીયા તા.વિછીયાને રોકડ રુપિયા - રૂ.૧૦૯૯૦/- તથા ગંજીપતાના સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી વિછીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.ડી.મેતા, પો.હેડ.કોન્સ મનોજભાઈ ગોરધનભાઈ ડાભી, પો.હેડ.કોન્સ. દિનેશભાઈ રાજાભાઈ પલાળીયા, પો.હેડ.કોન્સ અશોકભાઈ ધનજીભાઈ સોસા તથા પો.હેડ, કૉન્સ પ્રકાશભાઈ જગદીશભાઈ કુકડીયા તથા પો.કોન્સ લાલજીભાઈ સવજીભાઈ ગઢાદરા નાઓએ કરેલ છે