error: This Content is protected !!

જસદણ યાર્ડમાં વરસાદ પડવાની શક્યતાને પગલે માલ ઢાંકીને લાવવા તથા વ્યવસ્થા કરવા લાગતા વળગતાઓને અનુરોધ

જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા આજે તા:૨૧/૦૫/૨૦૨૬ સબંધકર્તા સર્વેને જણાવ્યું છૅ કે, પ્રિમોન્શુન એક્ટિવિટી શરૂ થઈ ગયેલ હોય અચાનક વાતાવરણ માં ફેરફાર થવાથી વરસાદ પડવાની શક્યતા હોવાથી દરેક જણસી શેડમાં ઉતારવાની રહેશે. તેમજ માર્કેટ યાર્ડ માં દરેક જણસી ઢાંકીને તથા ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવાની રહેશે આ ઉપરાંત યાર્ડમાં જે લોકોનો ખુલ્લામાં માલ પડેલ હોય કે હરરાજી માં પેન્ડિંગ રહેલ માલ તે ત્યાંથી ઉપડાવી લેવો અથવા વ્યવસ્થિત ઢાંકીને રાખવા તેમજ સુરક્ષિત જગ્યા એ વરસાદ થી પલળે નહીં તેવી રીતે રાખવા ખાસ સૂચના આપવામાં આવે છે.જેની લખતા વળગતા તમામે ખાસ નોંધ લેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ દ્વારા જાણ કરવામાં આવી છે