આટકોટ નજીકના મોટા દડવા ગામે પાટલા સાસુ પર બનેવીએ દુષ્કર્મ આચર્યું
બીમારીથી માવતરે પત્નીનુ મોત થઇ જતાં સાસરિયાઓ પાસેથી અઢી લાખની ઉઘરાણી શરૂ કરી, પાટલા સાસુના સાસરિયે અને માવતરે ધસી જઈ બળજબરી કરી: આટકોટ પોલીસમાં ગુનો નોંધાયો
આટકોટ નજીકના મોટા દડવા ગામે રહેતી ૩૦ વર્ષીય પરિણીતા પર જીજાજીએ દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ પરિણીતાના સાસરિયે અને માવતરે જઈ બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધતા આટકોટ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે આટકોટના મોટા દડવા ગામે રહેતી ૩૦ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફ્રૂટના ધંધાર્થી ૨૫ વર્ષીય સગા બનેવીનુ નામ આપી જણાવ્યું હતું કે, આરોપી પોતે તેણીનો સગો બનેવી થાય છે. બંને વચ્ચેની અવારનવાર મુલાકાત દરમિયાન પરિચય આગળ ધપતા હવસખોર બનેવીએ ગત મે, ૨૦૨૦ માં પરિણીતાના સાસરિયે ધસી જઈ એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ ગુજારી લીધેલ હતો. ત્યાંથી સંતોષ નહિ થતાં આરોપીએ પરિણીતાના
જસદણ સ્થિત માવતરે પણ દેહ ચૂંથ્યો હતો.
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, હવસખોરની પત્ની અને તેણીની બહેન માવતરે આવી હતી ત્યારે બીમારીમાં સંપડાઈ હતી.
બાદમાં તેની પત્નીએ સારવાર દરમિયાન દમ તોડી દેતા તમારા લીધે જ મારી પત્નીનુ મોત થયું છે અને તેની સારવારમાં અમે અઢી લાખ રૂપિયા ખર્ચ્યા તેમ કહીં હવસખોરે રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે મામલે સમાજની બેઠક મળતા તેમાં મૃતકના માવતરે અઢી લાખ હવસખોરને ચૂકવવા તેવું નક્કી થયું હતું. બાદમાં નરાધમે પાટલા સાસુનો દેહ ચૂંથી નાખતા આટકોટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આટકોટ પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.