જસદણના KGK કોઠારી ડાયમંડ ના ઉપક્રમે મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનારમાં નિશુલ્ક તબીબી સારવાર અને દવાઑ અપાય
ઈરોઝ હોસ્પિટલ અને FPAI ના સંયુક્ત ઉપક્રમે હીરા ઉદ્યોગની મહિલા કારીગરો માટે વિશેષ આયોજન: 50થી વધુ મહિલાઓએ લીધો લાભ
મહિલા સશક્તિકરણ અને તેમના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત જાણીતી કંપની કોઠારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (KGK ડાયમંડ) ખાતે એક વિશેષ મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ અને નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈરોઝ (યુરોજ) હોસ્પિટલ અને ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા (FPAI) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલા કારીગરો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટેનો હતો.સ્ત્રીરોગ અને ગંભીર બીમારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આ કાર્યક્રમ દરમિયાન ઈરોઝ હોસ્પિટલના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો. ગોપી ગજેરા દ્વારા મહિલાઓને ગર્ભાશયની સંભાળ, સર્વાઇકલ હેલ્થ (ગર્ભાશયના મુખનું કેન્સર), લગ્ન પહેલા અને લગ્ન પછી થતી વિવિધ શારીરિક સમસ્યાઓ, સંતાન પ્રાપ્તિ તેમજ સ્ત્રીરોગ સંબંધિત તમામ મહત્વની બીમારીઓ અને તેના નિવારણ અંગે વિગતવાર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ડો. ગોપીએ વધુમાં જણાવ્યું હતું કે, "મહિલાઓનું ભવિષ્ય તંદુરસ્ત અને સુરક્ષિત બને તેવા આશયથી આ ખાસ પ્લાન તૈયાર કરાયો છે. આજના શિબિરમાં મહિલાઓને કુટુંબ નિયોજન (ફેમિલી પ્લાનિંગ), સર્વાઇકલ કેન્સર વિરૂદ્ધની રસી (Vaccine) તેમજ જાતીય સ્વાસ્થ્ય (Sexual Health) અંગે પણ જાગૃત કરવામાં આવી છે."કંપનીના પ્રતિનિધિ નીરજકુમાર શર્માએ જણાવ્યું કે,"મહિલા કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે. હીરા ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે આ પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે."આ માત્ર એક જાગૃતિ સેશન ન રહેતા, મહિલાઓ માટે એક વિશેષ નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં જરૂરિયાતમંદ મહિલાઓને નિઃશુલ્ક તબીબી તપાસ કરી આપીને જરૂરી દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ એજ્યુકેશન અને હેલ્થ સેશનમાં કંપનીની 50થી વધુ મહિલા કર્મચારીઓ જોડાઈ હતી અને સ્વાસ્થ્ય અંગેનો પોતાનો સંકોચ દૂર કર્યો હતો. આગામી સમયમાં યોજાનાર આગામી કેમ્પમાં પણ અન્ય 50થી વધુ લાભાર્થીઓ આ સેવાનો લાભ લેશે તેમ જણાવાયું છે.FPAI સંસ્થા અને કોઠારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના આ સંયુક્ત સામાજિક અને આરોગ્યલક્ષી પ્રયાસને સ્થાનિક સ્તરે અને સમગ્ર ડાયમંડ એસોસિએશન દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યો છે.