જંગવડ ગામની સીમમાં પશુ ચોર ત્રાટક્યા ઝાડ નીચે બાંધેલ બે ભેંસની ચોરી
રૂ.૫૦ હજારની કિંમતની બે ભેંસ અને તસ્કરોને પકડવા આટકૉટ પોલીસમાં દોડધામ
જસદણના જંગવડ ગામની સીમમાં પશુ ચોર ત્રાટકયા હતાં. ઝાડ નીચે બાંધેલ બે ભેંસની ચોરી કરી નાસી છૂટતાં ૫૦ હજારની કિંમતની બે ભેંસ અને તસ્કરોને પકડવા પોલીસમાં દોડધામ મચી હતી.બનાવ અંગે જસદણના જંગવડ ગામે રહેતાં વિઠ્ઠઠ્ઠલભાઈ રવજીભાઈ સીધ્ધપરા (ઉ.વ.૬૪) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને જંગવડ ગામે સીમ વિસ્તારમાં આવેલ ખેતીની જમીનમા ખેતી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઈ તા.૨૩ ના સવારના સાડા સાતેક વાગ્યેના સમયે તેઓ પત્ની સાથે ઘરેથી નીકળી બાબરા મેઇન રોડ ઉપર આવેલ વાડીએ ગયેલ અને વાડીએ જઈને જોયુ તો વાડીના શેઢે રસ્તા તરફ વાડીના પટમા આવેલ પીપળના ઝાડ પાસે ખેતરમાં બે ભેંસ સાત વાગ્યાના સમયે વાડીએથી ઘરે જતા સામયે બે ભેંસો બાંધીને ઘરે જંગવડ ગામમાં આવતો રહેલ હતો. જે બંન્ને ભેસોને ચારો
નાખવા માટે ગયેલ તો બન્ને ભેંસો જોવામાં = આવેલ નહીં. જેથી દંપતીએ જમીનના ફરજામાં તેમજ વાડીમાં અને આજુ બાજુ તપાસ કરતા ક્યાય જોવામાં આવેલ નહીં. જેથી રૂ.૫૦ હજારની કિંમતની બે ભેંસ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે ગુનો નોંધી ભેંસ ચોરને પકડવા તજવીજ આદરી હતી.