error: This Content is protected !!

જસદણ પાલીકાના સેનિટેશન સુપરવાઇઝર પર સફાઈ કર્મચારી દંપતિ નો હુમલો મારામારીના દ્રશ્યો સીસીટીવી માં કેદ

અગાઉ દુષ્કર્મની ફરિયાદ અંગૅ જૂની અદાવતૅ સાવરણા ઢીકાપાટુ ની ધમાલ થઈ હૉવાનુ અનુમાન મામલો પોલીસ મથકે પહોંચ્યો

 

જસદણ નગરપાલિકા સેનિટેશન કચેરીમાં સાવરણા સાથે મારા મારી ના દ્રશ્યો સામે આવ્યા છે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે સફાઈ કર્મચારી અને સુપરવાઇઝર વચ્ચે મારામારી હાથાપાઈ જામી હતી સુપરવાઇઝર પ્રકાશ બારૈયા સાથૅ સફાઈ કર્મચારી દંપતિના મારામારી ના દ્રશ્યો સામે આવ્યા છે 

મારા મારી CCTV સીસીટીવી માં કેદ થઈ છે જસદણ નગરપાલિકાના સફાઈ કર્મચારી પતિ પત્ની સાથે મળીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અગાઉ સુપરવાઇઝર ઉપર દુષ્કર્મની ફરિયાદ થઈ હતી જૅથી જૂની અદાવતમાં આ હુમલો થયો હોવાનું અનુમાન છે પ્રાથમિક અનુમાન પ્રમાણે થોડા સમય પહેલા સુપરવાઇઝર ઉપર દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી પતિ પત્ની નગરપાલિકામાં થોડા સમયથી ફરી પોતાની ફરજ પર આવતાની સાથે જ રકઝક નાની મોટી તકરારો થતી હતી હાલ આ મામલો જસદણ પોલીસ સ્ટેશને પહોંચ્યો છૅ પોલીસે સામ સામે અરજીઓ લઈ અને તપાસ હાથ ધરી છે