error: This Content is protected !!

પોરબંદરના પૂર્વ સાંસદ ગોંડલના ઉધોગપતિ અને રાજકોટ જિલ્લાના રમેશભાઈ ધડુક બન્યા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ બંને જિલ્લાના કાર્યકર્તાઓ માં ખુશીની લહૅર

પોરબંદરના પૂર્વ સંસદ સભ્ય અને રાજકોટ જિલ્લાના ગોંડલના ઉધોગપતિ રમેશભાઈ ધડુક નૅ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદ મળતા ગોંડલ સન્માનના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. પોરબંદર અને રાજકોટ જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓએ રમેશભાઈ ધડુકના નિવાસસ્થાને હારતોરા કરી અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ઉધોગપતિ અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકને સમર્થકો દ્વારા પરંપરાગત પાઘડી પહેરાવી, ફુલહાર કરી અને મોં મીઠું કરાવીને ઉષ્માભેર

અભિનંદન પાઠવ્યા હતા

પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પદની નવી જવાબદારી સંભાળ્યા બાદ રમેશભાઈ ધડુકે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની નવી ટીમમાં મને ઉપાધ્યક્ષ તરીકે સ્થાન આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, પ્રદેશ

પ્રમુખ જગદીશભાઈ પંચાલ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે પાર્ટીએ મને જે સંગઠનની જવાબદારી સોંપી છે, તે હું નિષ્ઠાપૂર્વક નિભાવી શકું. લોકોનો આ ઉત્સાહ અને પ્રેમ જોઈને હું ખૂબ આનંદિત છુ પોરબંદર તેમજ રાજકોટ જિલ્લા અને સમગ્ર ગોંડલ પંથકમાં હાલમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.