error: This Content is protected !!

કોટડાસાંગાણીમા પતિ મોટા દડવા ગેરેજના કામે ગયા હૉય નરાધમૅ જાહેરમાં ધોળા દિવસે પરિણીતાને આંખ મારી બિભત્સ માંગણી કરી

સામાપક્ષે આરોપીને બે ભાઈઓએ લોખંડના પાઈપથી બેફામ ફટકાર્યો લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો બંને પક્ષે ફરીયાદ નોંધાઈ

 

કોટડાસાંગાણીમાં જાહેરમાં ધોળા દિવસે પરિણીતાને આંખ મારી નરાધમે બિભત્સ માંગણી કરતા બઘડાટી બોલી ગઈ હતી. સામાપક્ષે આરોપીને બે ભાઈઓએ લોખંડના પાઈપથી બેફામ ફટકારતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. જે અંગે બને પક્ષે ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે કોટડાસાંગાણીમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સુરેશ તળશી માયાણી નામના શખ્સનું નામ આપતાં કોટડાસાંગાણી પોલીસે બીએનએસ એકટ ૭૫(૨), ૧૧૫(૨) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે: તેમના પતિ ગેરેજના કામ-કાજ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ તેણી અને તેના બાળકો ઘરે હતા અને તેણીના પતિ મોટા દડવા ગામે કામ ધંધે ગયેલ હતા સાસુ તથા સસરા વાડીએ રહે છે. તેણી ઘર પાસે બજારમાં ઉભેલ હોય ત્યારે ગામમાં જ રહેતો કુટુંબી સુરેશ માયાણી બાઈક લઈને નીકળેલ અને તેણી ઉભેલ હોય ત્યાં બાઈક ઉભુ રાખી સામે ઘડીએ-ઘડીએ આંખો મારી બીભત્સ માંગણી કરી હતી.

જેથી તેણીએ આરોપીને કહેલ કે, તારા ઘરે મા-બહેન નથી, તેમ કહી તેને ત્યાંથી જતુ રહેવાનું કહેલ પણ તે ત્યાંથી ગયેલ નહીં, તેણી બોલાચાલી કરતી હતી, ત્યાં તેણીના દિયર આવી જતા તેને પણ આરોપીને ત્યાંથી જંતુ રહેવાનું કહેતા તે ગયેલ ન હોય જેથી દિયરે તેણીના પતિને ફોન કરીને બનાવની વાત કરતા આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને દિયરને ગાળો આપી જપા-જપી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. દરમિયાન ફરીયાદીના પતિ આવી જતાં આરોપીને બે ત્રણ ફડાકા મારી દિધેલ હતાં. જે બાદ ૧૦૮ આવી જતાં આરોપીને એમ્બ્યુલન્સમાં લઈ ગયેલ અને ફરીયાદી ૧૧૨ જનરક્ષકમાં પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે કોટડાસાંગાણીમાં જ રહેતાં સુરેશભાઈ તળશીભાઈ માયાણી (ઉ.વ.૩૩) એ નોંધાવેલ ફરીયાદમાં બે શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, જમીનમાં ટ્રેક્ટર પાછળ બાંધીને જમીનમાં સંપ મારેલ હોય તે લેવલ કરવા માટે જરૂર હોય જેથી ગામના વ્યક્તિ સાથે ઊભા હતાં ત્યારે આરોપી કુટુંબીક ભાઈ આવેલ અને લ કહેવા લાગેલ કે આ થાંભલાનુ બટકુ જયાં પડેલ હોય ત્યાં પાછુ મુકી દે તેમ કહેતા ફરીયાદી તેની વાડીએ ખેતરમા થાંભલાનુ બટકુ ત્યાં મુકી દિધેલ અને ત્યાર બાદ તે બાઈકમાં ગામમાં માવા લેવા માટે ગયેલ ત્યારે કૌટુંબિક ભાઈ તેના ઘર પાસે હાથમા લોખંડનો પાઈપ લઈને ઉભેલ હતો અને તેને પાઈપનો એક ઘા માથાના પાછળના ભાગે તથા ખંભાના ભાગે માર્યો હતો અને દોડી આવેલ અન્ય ભાઈએ પાઇપ લઈ પગના નળાના ભાગે એક ઘા કરેલ અને આ બંન્ને ભાઈઓએ કહેલ કે, હવે જો મારા ઘર પાસે આવીશ કે અહીં નીકળી કોઈની સામે જોઈશ તો સારાવટ નહી રહે. યુવકને માથામાથી લોહી નીકળી ચક્કર આવવા લાગતા તેને ૧૦૮ મારફત

સારવારમાં ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી કોટડાસાંગાણી પોલીસે સામસામી ફરીયાદ પરથી ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો.