error: This Content is protected !!

સરકારૅ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરી ખેડૂતો ૧૦ જૂન સુધી નોંધણી કરાવી શકશૅ

ખેડૂતો મોબાઈલ એપ કે ઈ-ગ્રામ કેન્દ્ર પરથી નાફેડના પોર્ટલ પર કરાવી શકશે ઓનલાઇન નોંધણી

 

ખેડૂતોને આર્થિક રક્ષણ અને મગના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના ઉનાળુ મગ પાક માટે ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની યાદી મુજબ, આ વર્ષે ઉનાળુ મગ પાક માટે રૂ. ૮,૬૫૮ પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ નક્કી કરાયો છે. જેનો લાભ લેવા માટે તા. ૧૦/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. ખેડૂતો ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રો પર VCE મારફતે નાફેડના 'ઈ-સમૃદ્ધિ પોર્ટલ' પર બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. આ વર્ષે ટેકાના ભાવે વેચાણ કરવા માટે 'ફાર્મર રજીસ્ટ્રેશન' ફરજિયાત કરવામાં આવ્યું છે. ખેડૂતો પોતાના સ્માર્ટફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ અથવા 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' એપ દ્વારા જાતે નોંધણી કરી શકશે. આ સિવાય ગ્રામસેવક, VCE, VLE ઓપરેટર કે CSC સેન્ટર પર જઈને પણ આધાર કાર્ડ, લિંક થયેલા મોબાઈલ નંબર અને જમીનના સર્વે નંબરની વિગતો આપીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ખેડૂતોને સમયમર્યાદામાં નોંધણી કરાવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.