જસદણના દહીસરા ગામૅ કાળકામાના મંદિર પાસે નસીબ આધારિત જુગટુ રમતા ચાર શકુનીઓને ભાડલા પોલીસે ઝડપી પાડ્યા
જસદણ તાલુકાના દહીંસરા ગામની સીમ વિસ્તારમાં કાળકા માતાના મંદિર પાસે નસીબ આધારિત આધારિત હારજીતનો જુગાર રમતા ચાર શકુનિઓને બાતમીના -આધારૅ ભાડલા પોલીસ ઝડપી પડી કાયદેસરની કાર્યવી કરી હતી પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપત્તાના પાના કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.ભાડલા પોલીસને ખાનગી રાહૅ બાતમી મળી હતી કે દહીંસરા ગામની સીમમાં કાળકામા મંદિર વિસ્તાર પાસે વાલજીભાઈ સોસાની વાડી નજીક કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે વહેલી સવારે દરોડો પાડતાં ચાર શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.ઝડપાયેલા આરોપીઓમાં દીપકભાઈ મેરામભાઈ માલકીયા, વાલજીભાઈ વિહાભાઈ સોસા, લખમણભાઈ વાઘાભાઈ મકવાણા ત્રણે રહે. દહીંસરા તેમજ રાજેશભાઈ રઘુભાઈ મેણીયા રહે. વડાળી, તા. ચોટીલાનો સમાવેશ થાય છે.
પોલીસે જુગાર રમાતી જગ્યાએથી રૂ. 1,250ની રોકડ રકમ અને 52 નંગ ગંજીપત્તાના પાના મળી કુલ રૂ. 6,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચારેય શખ્સો જાહેરમાં નસીબ આધારિત તીનપત્તીનો જુગાર રમતા હોવાનું સામે આવતા તેમની સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભાડલા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.