error: This Content is protected !!

જસદણના વડલા વાડીમાં રહેતી પરણીતાએ પાડોશીઓના ત્રાસથી ફિનાઇલ પીધું જ્ઞાતિપ્રત્યે હેરાન કરતાં હોવાનો આક્ષેપ

જસદણના આટકોટ રોડ વડલા વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે. પોતે જે મકાનમાં રહે છે ત્યાંના ભાડુઆત તેમજ બીજા લોકો દ્વારા જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હેરાન કરવામાં આવતાં હોઈ જૅથી તંગ આવી આ પગલુ ભર્યાનો આક્ષેપ કરાયો હતો. જાણવા મળ્યા મુજબ જસદણમાં રહેતી ટીનાબેન યોગેશભાઈ કટકીયા ઉ.વ.૨૪ એ રાતે ફિનાઈલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેણીના લગ્ન છ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરો છે. પતિ યોગેશ ડ્રાઈવીંગ કરે છે. તેણે જણાવ્યું હતું કે પોતે પ્રજાપતિ છે અને તેની પત્નિ અનુસુચીત જ્ઞાતિના છે. બંનેએ લવમેરેજ કર્યા છે હાલમાં એક વર્ષથી ભાડેથી રહે છે. અન્ય ભાડુઆત સહિતના લોકોને પત્નિની જ્ઞાતિની ખબર પડતાં માથાકુટ કરતાં હોઈ અને બોલબોલ કરતાં હોઇ કંટાળી જતાં તેની પત્નિ ફિનાઈલ પી ગઈ હતી. પોલીસે આક્ષેપો અંગે જાણવટ ભરી તપાસ હાથ ધરી છે