error: This Content is protected !!

કોટડા સાંગાણીના ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતી ફરતી રાજકોટની મહિલાનૅ એલસીબીએ નારણકા ચોકડી પાસેથી ઝડપી પાડી

રાજકોટ ગ્રામ્ય એલસીબીએ કોટડા સાંગાણીના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રાજકોટની મહિલાને નારણકા ચોકડી પાસેથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ રેન્જના આઈ.જી નિર્લિપ્ત રાય, એસપી વિજયસિંહ ગુર્જરે વિવિધ. ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ જે. પી. રાવના

માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે. એમ. ચાવડાની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી . હતી કે, કોટડા સાંગાણીના ઘરફોડ.ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર મહિલા ચાંદનીબેન દીપકભાઈ ભાકોડીયા ઉં વ ૨૮ રહે રાજકોટ નાડોદા નગર ખોખરડ નદીના કાંઠે કોટડા સાંગાણી તાલુકાની નારણકા ચોકડી આસપારા છે. પોલીસે બાતમીના આધારે મહિલાને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. આ કામગીરીમાં પીએસઆઈ એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી. એ ન. ભરવાડ; એ. એસ. આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા,, ધર્મેન્દ્રભાઈ ચાવડા, ભારતીબા સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઈ બોરડ, વિજયભાઈ ખડીયા સાથે રહ્યા હતા