error: This Content is protected !!

જસદણના ખડવાવડીમા લીમડાનાં ઝાડ નીચે જુગાર રમતા પાંચ શખ્સોને ભાડલા પોલીસૅ મુદ્દામાલ સાથે ઝડપાયા

જસદણ તાલુકાના ખડવાવડી ગામે જાહેર સ્થળે ચાલતા જુગારધામ પર ભાડલા પોલીસે દરોડો પાડી પાંચ જુગારીને ઝડપી પાડયા હતા. પોલીસને બાતમી મળતા પી.એસ.આઈ.ની સૂચના હેઠળ પોલીસ સ્ટાફે ગામમાં જગદીશભાઈ મકવાણાના ઘરની બહાર લીંબડાના ઝાડ નીચે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જયરાજભાઈ રમેશભાઈ પરમાર (ખારચીયા), મનુભાઈ ગોકળભાઈ કુકડીયા (ભેડસુડા), સંદીપભાઈ રવજીભાઈ મકવાણા, સાગરભાઈ કનુભાઈ મકવાણા અને જગદીશભાઈ હીરાભાઈ મકવાણા (રહે. ખડવાવડી) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 5,250 તથા ગંજીપત્તાના 52 પાનાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.