error: This Content is protected !!

જસદણ પંથકની સગીરાનું લગ્નની લાલચૅ અપહરણ ફરિયાદ નોંધાતા જ પોલીસની તુરંત કાર્યવાહી

જસદણ પોલીસે બાબરાના ખંભાળા ગામૅથી સગીરને મુક્ત કરાવી આરોપી અશોક જીંજરિયાની ધરપકડ કરી 

 

જસદણ તાલુકામાં સગીરાના અપહરણનો ગંભીર બનાવ સામે આવતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, બાબરા તાલુકાના ખંભાળા ગામના રહેવાસી અશોક જીંજરીયાએ સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું.ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ જસદણ પોલીસે રાજકોટ રૂરલ SOGના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિવિધ ટીમો દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરી બાબરા તાલુકાના ખંભાળા ગામેથી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી.પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ઘણા દિવસોથી સગીરાના સંપર્કમાં હતો. પોલીસે સગીરાને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી આરોપી અશોક જીંજરીયાની ધરપકડ કરી છે.આરોપી વિરુદ્ધ અપહરણ, પોક્સો (POCSO) અધિનિયમ તેમજ દુષ્કર્મ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.જસદણ પોલીસ અને રાજકોટ રૂરલ SOGની ઝડપી અને અસરકારક કામગીરીના પરિણામે સગીરાને સલામત રીતે પરત લાવવામાં સફળતા મળી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.