પોલીસ ભરતીમાં પાસ થયૅલ જસદણ વિંછીયાના ઉમેદવારો ઍ અમદાવાદ અને ભાવનગર જવા એકસ્ટ્રા એસટી બસ માટૅ બુકિંગ શરૂ
તારીખ 13 જવા માટે અને તા,14 પરત આવવા માટે પરીક્ષાર્થીઓએ લાભ લેવા ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીનૉ અનુરોધ
જસદણ વિછીયા થી અમદાવાદ અને ભાવનગર જવા માટે એસ ટી બસની વિશેષ એક્સ્ટ્રા બસની સુવિધા શરૂ કરવામાં આવી છે આ અંગે ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી એ જણાવ્યું છે કે
જસદણ અનૅ વિછીયા વિસ્તારમાંથી પોલીસ ભરતી માં પાસ થયેલા ઉમેદવારો ને જસદણ વિછીયા થી અમદાવાદ જવા માટે તા,13/6/26 ના બપોરે જસદણ થી પહેલી બસ 12:00 કલાકે
બીજી બસ 12:30 કલાકે અને ત્રીજી બસ 01: 30 કલાકે
એમ 3 બસ અમદાવાદ જવા માટે ઉપડશે તેમજ પરીક્ષા આપીને 14/6/26 તારીખે રિટર્ન 2 :00 વાગ્યે પહેલી બસ 2:15 વાગ્યે બીજી બસ અને 2:30 વાગ્યે ત્રીજી બસ રિટર્ન જસદણ વિછીયા આવવા માટે બસની સુવિધા છે તેમજ વિછીયા થી ભાવનગર જવા માટે વિછીયા થી 03:00 વાગ્યે ભાવનગર જવા માટે અને 04:00 વાગ્યે જસદણ થી ભાવનગર જવા માટે બસ ઉપડશે અને પરીક્ષા આપીને બીજા દિવસે 14/06/26 તારીખે 02:00 વાગ્યે ભાવનગર થી જસદણ અને વિછીયા આવવા માટે એકસ્ટ્રા બસની સુવિધા કરવામાં આવેલી છે બુકિંગ કરવા માટે ઉમેદવારોએ જસદણ બુકિંગ ઓફિસ ખાતે અને વીંછીયા કંટ્રોલ પોઈન્ટ ઉપર બુકિંગ કરાવી શકશે અને ઉમેદવારો ઓનલાઇન પણ બુકિંગ કરી શકશે તો ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવા જસદણ ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી ની યાદીમાં જણાવ્યું છે