error: This Content is protected !!

તસ્કરોની હિંમત જૉ કોટડાની સીમમાં વાડીના ગોડાઉનના પતરા હટાવી અડધા લાખનુ જીરૂ ચોરી ગયા

સારા ભાવની આશાએ સ્ટોર કરેલ ૧૬ બાચકામાં ભરેલ ૨૫ મણ જીરૂ ઉઠાવી જતાં તાલુકા પોલીસે તસ્કરોની ભાળ મેળવવા તજવીજ આદરી

 

 

ગોંડલના કોટડા ગામે ટોડા વિસ્તારમાં આવેલી વાડીના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ગોડાઉનના છતના પતરા તોડી તસ્કરો રૂ.૫૦ હજારની કિંમતનું ૨૫ મણ જીરૂ ચોરી કરી ગયા હતા. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ગોંડલમાં માલવિયાનગર વિસ્તારમાં શ્રીનાથ હાઈટ્સમાં રહેતા સુભાષભાઈ બેચરભાઈ દુદાણી (ઉ.વ.૬૧) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમની પત્ની સાથે રહે છે અને નિવૃત્તિનું જીવન પસાર કરે છે તથા સમાજમાં આગેવાન તરીકે સેવા આપે છે તેમનો પુત્ર રવિરાજ હાલ અમેરિકામાં પરિવાર સાથે રહે છે.તેઓને કોટડા ગામે ટુડા વિસ્તારમાં પાંચ વીઘામાં વાડી આવેલી છે જ્યાં તેમણે ગયા શિયાળામાં જીરુંનો પાક વાવ્યો હતો પરંતુ પૂરતો ભાવ ન હોય તેથી પૂરતો ભાવ

મેળવવા માટે ૨૫ મણ જીરૂ અલગ-અલગ ૧૬ બાચકામાં ભરી વાડીએ રહેલા ગોડાઉનમાં સ્ટોર કરી દીધું હતું. તેઓ અવારનવાર જીરૂની દેખરેખ રાખવા માટે વાડીએ આટો મારવા જતા હતા. ગઈ તા. ૧૫ ના સાંજના પાંચેક વાગ્યા આસપાસ વાડીએ ગયા હતા ત્યારે જીરૂના બાચકા સલામત હતા.બાદમાં ગઈ તા. ૨૭ ના સવારના આઠેક વાગ્યા આસપાસ વૃદ્ધ વાડીએ ગોડાઉનએ જઈ જોતા બહાર તાળું માર્યું હોય બાદમાં અંદર જઇ જોતા જીરૂના બાચકા જોવા મળ્યા ન હતા. જેથી ગોડાઉનમાં તપાસ કરતા ઉપરના ભાગે છતના પતરાના નટ બોલ ન હતા અને પતરું તૂટેલી હાલતમાં હતું. જેથી આજુબાજુ તપાસ કરી હતી પરંતુ કઈ માહિતી મળી ન હતી. જેથી અજાણ્યા શખ્સો ફરિયાદીના ગોડાઉન છતના પતરા હટાવી પ્રવેશ કરી ૧૬ બાચકા જીરું રૂ. ૫૦ હજાર ચોરી કરી ગયા અંગે વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ આદરી હતી.