ગઢડીયા રોડ સેવા સંઘ ખાતે ફર્ટિલાઇઝર સબસીડી યુક્ત ખાતર અંગે જસદણ વિંછીયા તાલુકાની માર્ગદર્શન શિબિર યોજાઈ
જસદણ શહેરમાં ગઢડિયા રોડ પર આવેલ જસદણ તાલુકા સેવા સંઘ માં જસદણ અને વીંછિયા તાલુકાના સબસિડાઇઝ ફર્ટિલાઈઝર વિક્રેતાઓને Frame Work for Fertilizer Sale અંગેની તાલીમ આપવામાં આવી. આ તાલીમ માં જસદણ અને વીંછિયા તાલુકાના ખેતીવાડી અધિકારી શ્રી વી.જે.બાબરીયા દ્વારા આ એપ્લીકેશન દ્વારા આવનારા સમયમાં ખેડૂતોને સબસિડી યુક્ત ખાતર કઈ રીતે ખરીદી કરવી તેમજ વિક્રેતાઓ એ સબસિડી યુક્ત ખાતર વેચાણ કઈ રીતે કરવાનું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. આ તકે જસદણ તાલુકાના ખેતી મદદનીશ જયેશભાઈ છાયાણી અને ભાવિનભાઈ ભંભાણા અને વીંછિયા તાલુકાના ખેતી મદદનીશ શામજીભાઈ ડાભી તાલીમમાં હાજર રહ્યા હતા અને આ Frame Work for Fertilizer Sale એપ્લીકેશન નો પ્રચાર- પ્રસાર કર્યો તથા IFFCO કંપનીના પ્રતિનિધિ શ્રી જયદીપભાઇ માવાણી, તેમજ હિતભાઈ, જસદણ તાલુકા સેવા સંઘના ડેપો ઇન્ચાર્જ પરેશભાઈ કાકડીયા અને પ્રતાપભાઈ વાળાએ તાલીમમાં હાજર રહી તાલીમને સફળ બનાવવા સહયોગ આપેલ હતૉ