error: This Content is protected !!

જસદણના સાણથલી મા ૧૦૮ બન્યું ઈમરજન્સી પ્રસૂતિ ગૃહ ઓન ધી સ્પોટ પ્રસૂતિ બાદ જસદણ અને ગોંડલ હોસ્પિટલમાં સ્થળાંતર

૧૦૮ની ટીમોની સરાહનીય સમયસૂચકતા વરસાદી આફત વચ્ચે કુનેહ અને ઉત્તમ મેડિકલ સેવાથી બૅ પરિવારૉમાં ગૂંજ્યો નવજાતનો કિલકિલાટ

 

 જસદણ તાલુકાના સાણથલીની સીમમાં એમ્બ્યુલન્સમા જ ૧૦૮ની ટીમના પ્રયત્નોથી બાળકની કિલકારી ગુંજી સાણથલી આરોગ્ય કેન્દ્રથી હાઈ બ્લડપ્રેશર ધરાવતા સગર્ભા સીમાબેન દિલિપભાઈ બાંભણિયા (ઉ.૨૩)ને જસદણ ખસેડતી વખતે જુના પીપળીયા નજીક પીડા વધી ગઈ હતી. ઈએમટી વિશાલભાઈએ ૧૦૮ના ERCP ફિઝીશ્યન ડૉ. જે.ડી. પટેલના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ પાયલોટ કાર્તિકભાઈના સહયોગથી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે જસદણ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તૅમજ બીજા કેસમા

સાણથલી ગામ નજીક વાડી વિસ્તારમાં અંજનાબેન રામદાસભાઈ (ઉ.૨૦)ની પ્રસૂતિનો કોલ મળતાં દેરડી કુંભાજી ૧૦૮ના પાયલોટ સાગરભાઈ અને ઈએમટી ભાવેશભાઈ રવાના થયા હતા. કાદવ અને ભારે વરસાદને કારણે એમ્બ્યુલન્સ આગળ જઈ શકે તેમ ન હોવાથી, બંને કર્મચારીઓ ૨ કિલોમીટર ચાલીને સ્થળ સુધી પહોંચ્યા હતા. ત્યાં બાળકીનો જન્મ થઈ ચૂક્યો હોવાથી, માતા અને બાળકને એમ્બ્યુલન્સ સુધી લાવી પ્રાથમિક સારવાર આપી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાણથલી અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધોધમાર વરસાદ અને કાદવથી ભરેલા માર્ગો વચ્ચે પણ કર્મચારીઓએ દાખવેલી ઝડપ,ચોકસાઈ અને માનવતાના પરિણામે આજે અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છે. પ્રતિકૂળ હવામાન, વરસાદ કે કોઈપણ મુશ્કેલી પરિસ્થિતિમાં 108 ટીમની મેડિકલ સેવા અવિરત ચાલુ રહે છે. જ્યારે દરેક ક્ષણ કિંમતી હોય ત્યારે 108ના કર્મચારીઓ પોતાની ફરજને સર્વોપરી માનીને લોકોના જીવનની રક્ષા માટે સતત કાર્યરત રહે છે. આવી ભારે વરસાદની પરિસ્થિતીમાં પણ સમગ્ર ટીમનો દર્દિના સગા તેમજ ફરજ પરના મેડિકલ ઓફિસર દ્રારા આભાર માનવામાં આવ્યો હતો