error: This Content is protected !!

વિંછીયા જસદણ રૉડ પર અર્ટીગા કારમાં બનાવેલ ચોરખાનામાં છુપાવી દારૂની હેરાફેરી પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

રૂરલ એલસીબીનો દરોડો ગોંડલ પંથકમાં છૂટક વેંચાણ માટે મધ્યપ્રદેરાથી દારૂ લઈ આવતો તો ૨૪૬ બોટલ સહિત રૂ.૨.૩૧ લાખનો મુદામાલ જપ્ત

 

રૂરલ એલસીબીની ટીમે વિંછીયા-જસદણ રોડ પર દરોડો પાડી આર્ટીગા કારમાં બનાવેલ ચોરખાનામાં છુપાવી દારૂની હેરાફેરી કરતાં પરપ્રાંતીય શખ્સને દબોચી દારૂની ૨૪૬ બોટલ સહિત રૂ.૨.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડાની વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઈ પી.એન.ભરવાડ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અરવીદસિંહ જાડેજા, કૌશીકભાઈ જોશી અને કોન્સ્ટેબલ મહેન્દ્રસીંહ સોલંકીને વિછીયા - જસદણ રોડ પર ઓમ છાત્રાલય પાસે એક સફેદ કલરની આટિંગા કાર શંકાસ્પદ હાલતમાં નિકળતા તેને અટકાવી ચેક કરતા કારમાં જમણી સાઈડના દરવાજા પાછળની શીટ પાસે તેમજ આગળ બોનેટમાં વાઈપર પાસે ચોર ખાનામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવેલ હતી. પોલીસે વિદેશી દારૂની ૨૪૬ બોટલ અને. કાર મળી કુલ રૂ.૨.૩૧ લાખના મુદામાલ

સાથે અનેશ ઉદીયા ગણાવા (રહે. સેજાવાડા, ભાભરા, અલીરાજ પુર મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી પુછતાછ આદરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો પકડાયેલ

શખ્સ પોતે ગોંડલ નજીકના વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતો હોય જેથી તે પોતે છૂટકમાં વેચાણ કરવા માટે મધ્યપ્રદેશથી દારૂ લઈ આવ્યા ની કબૂલાત આપી છે