જસદણના કડુકા પ્રાથમિક શાળાના આચાર્ય ની અદભુત સફળતા વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ વિજૅતા ભણી
સુરેશભાઈ રોજાસરા શાળા અને બાળકોના ભણતર ઘડતરમાં સ્વખર્ચે તેમજ રજાના દિવસોમાં પણ માનદ સેવા આપે છે
જસદણ તાલુકાના કડુકા પ્રાથમિક શાળાના નંબર. 1 આચાર્યશ્રી સુરેશભાઈ રોજાસરાના માર્ગદર્શન દ્વારા વર્ષ 2020 થી 2026 સુધીમાં કુલ 25 જેટલાં બાળકો DLSS. માં પસંદગી પામ્યા છે.. જાણકારી મુજબ આચાર્ય પોતે રજા અને રીસેસ ના સમય દરમિયાન બાળકોને રમત ગમત ની ખુબ જ મહેનત કરાવે છે.. ખેલ મહાકુંભ માં કબડ્ડી, ખો ખો, દોડ વેગેરે રમતોમાં ઝોન લેવલ સુધી વિજેતા થયેલ છે.. સૌથી મોટી સફળતા ની વાત કરીયે તો સુરેશભાઈ દ્વારા બાળકોને DLSS ની ટ્રેનિંગ આપી સ્વ ખર્ચે બાળકોને ભાગ લેવડાવી, પ્રવેશ અપાવે છે. આ પ્રવેશ મેળવવાથી વાલીઓને ધોરણ 12 સુધી સાવ નિઃશુલ્ક તેઓના બાળકોને અભ્યાસ મળે છે. આ બાળકોના વાલીઓનો લાખો રૂપિયા ના ખર્ચ નો બચાવ થાય છે.સાથે આ બાળકોમાંથી કેટલાય બાળકો નેશનલ કક્ષાએ મેડલ મેળવેલ છે. થોડા દિવસ પહેલા જ આચાર્ય શ્રી સુરેશભાઈ રોજાસરા નું કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.. સુરેશભાઈ બોલ્યા વગર તેમનું આ કામ ઘણું બધું કહી જાય છે..