વિંછીયા પૉલીસૅ સમઢીયાળા ગામની સીમમાં જુગાર અંગૅ દરોડો પાડતા નાસભાગ મચી પાંચ બાઝીગરો નાસી છૂટ્યા એક ઝડપાયો
વિંછિયા તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં નસીબ આધારિત હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની વિછીયા પોલીસને બાતમી મળતા દરોડો પાડયો હતો જેમાં એક શખ્સ ઝડપાયો હતો જ્યારે પાંચ નાસી છૂટ્યા હતા જુગાર અંગેનિ દરોડામાં વિંછીયા પોલીસ મથકના સ્ટાફે સમઢીયાળા ગામની સીમમાં વાડીની બાજુમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસ અહીં પહોંચતા નાસભાગ મચી જવા પામી હતી પોલીસે અહીં જુગાર રમતા અલ્પેશ જાદવભાઈ મીઠાપરાની ઝડપી લીધો હતો. જ્યારે પાંચ શખસો નાસી ગયા હતા જેમાં દિનેશ નડાળા, ગભરું નડાળા, બુધા મીઠાપરા, શૈલેષ મીઠાપરા, પ્રેમજી ગોહિલનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રકમ બે વાહન સહિત 35,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી