error: This Content is protected !!

ગોંડલમાં શહેરની સગીરાનું અપહરણ કરનાર જસદણના બળધોઈ ગામના 21 વર્ષીય શખ્સનૅ પોલીસે ઝડપી પાડયો

ગોંડલ શહેર ના શ્રીનાથજી પાર્ક વિસ્તારમાંથી સગીર દીકરીનું અપહરણ થવાની ઘટના સામે આવ્યા બાદ, ગોંડલ બી-ડિવિઝન પોલીસે સગીરાને શોધી કાઢી જસદણ તાલુકાના બળધોઈ ગામના આરોપીને ઝડપી .પાડયો છે. ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીર દીકરીને વિશાલ ગોવિંદભાઈ સાબરીયા નામનો શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ મામલે પોલીસ સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી હતી અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી જસદણ તાલુકાના બળધોઈ ગામના ૨૧ વર્ષીય આરોપી વિશાલ ગોવિંદભાઈ સાબરીયાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.