ગોડલાધારની સીમમાં વાડીના રસ્તે બાવળની ઝાડીમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત આઠ ઝડપાયા
જસદણ પોલીસે પટમાંથી રૂ,૪૪ હજાર રોકડા પાંચ મોબાઇલ સહિત રૂ,૬૯,હજારનો મુદ્દામાલ કબજે કર્યો
શ્રાવણીયા જુગાર ની મોસમ અવિરત પણે ચાલી રહી હોય તેમ જસદણ પોલીસે ગોડલાધાર ગામની સીમમાં જુગાર અંગૅ દરોડો પાડી ચાર મહિલા સહિત 8 શખ્સોને ઝડપી લીધા હતા
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના સ્ટાફે ગોડલાધાર ગામની સીમમાં મુકેશભાઈ જેસાભાઈ કુકડીયાની વડીએ જવાના રસ્તે બાવળની ઝાડી પાછળ જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૪૪ હજાર તથા પાંચ મોબાઈલ સહિત ૬૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં વિષ્ણુ લાખાભાઈ કુકડીયા, પુનમ ઉર્ફે પુનીત ઉર્ફે ભુરો વિનુભાઈ કુકડીયા, જીતેશ શામજીભાઈ પરમાર, ભરત વિનુભાઈ મકવાણા, પ્રીયાબેન રાજેશભાઈ આલાણી, સંગીતાબેન રાજેશભાઈ આલાણી, શીતલબેન લખમણભાઈ મકવાણા અને શરીફાબેન અમીરભાઈ ખલીફાનો સમાવેશ થાય છે ઝડપાયેલા તમામ શખસો સામે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.