error: This Content is protected !!

સૌરાષ્ટ્રના સૌથી મોટા રંગીલા રાજકોટના સાતમ આઠમના લોકમેળામાં દેશભક્તિ અને લોકકળાનો મહાસંગમ થશે

નેવી બેન્ડ અને નામાંકિત કલાકારો સુર-સંગીતની હેલી વરસાવશે

પાંચ દિવસ સુધી નાગરિકો લોકસંસ્કૃતિ અને મનોરંજનના રંગે રંગાશે

 

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે મેળામાં દેશભક્તિ અને કળાનો અનોખો સંગમ જોવા મળશે, જેમાં તા. ૦૨/૦૯/૨૦૨૬ અને ૦૩/૦૯/૨૦૨૬ ના રોજ દેશનું પ્રખ્યાત 'નેવી બેન્ડ' ખાસ પર્ફોર્મન્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત, દરરોજ સાંજે ૪:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે આ પાંચ દિવસીય ઉત્સવમાં નામાંકિત કલાકારો રાજકોટની જનતાને મનોરંજન પૂરું પાડશે. મુખ્ય કલાકારોના કાર્યક્રમની વિગત જોઈએ તો, તા. ૦૨/૦૯/૨૦૨૬ ના રોજ પ્રખ્યાત કલાકાર શ્રી ગોપાલ ભરવાડ, તા. ૦૩/૦૯/૨૦૨૬ના રોજ લોકપ્રિય લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી, તા. ૦૪/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી સાંત્વની ત્રિવેદી, તા. ૦૫/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી ઉદય ધાંધલ અને અંતિમ દિવસે તા. ૦૬/૦૯/૨૦૨૬ ના રોજ સાગર કાચા તથા દિવ્યેશ જેઠવાની જોડી પ્રદર્શન કરશે. લોકમેળા દરમિયાન નેવી બેન્ડની સુરાવલી અને સ્થાનિક કલાકારોનો સુમધુર સંગમ રાજકોટવાસીઓ માટે યાદગાર બની રહેશે