સરધાર નજીકના હલેન્ડા ગામમાં આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રનું રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું
સરધાર નજીકના હલેન્ડા ગામમાં રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન કરાયું હતું જૅમા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વિલાસભાઈ ઢાંકેચાની હાજરીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. સરધારના પેટા આરોગ્ય-કેન્દ્ર-ગામ હાલેન્ડાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. આ આરોગ્ય કેન્દ્રમાં જીલ્લાપંચાયતના સદસ્ય અને આરોગ્ય સમીતીના ચેરમેન વિલાશભાઈ ઢાંકેચા તેમજ જીલ આરોગ્ય અધિકારી જોષી તાલુકા પંચાયત સમભ્ય વનરાજભાઈ ગરૈયા નાયબ કાર્યપાલક ઇજનેર જયેશભાઈ સિધ્ધપરા હલેન્ડા ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને આરોગ્ય પરીવાર વતી આભાર વ્યકત કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું