error: This Content is protected !!

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી બાઈક ચોરી કરનાર જસદણ ના નરેશ સાઢમીયાને પોલીસે વિછીયા બાયપાસ ચોકડીઍ થી ઝડપી ચૉરીનૉ ભેદ ઉકેલ્યો

જસદણ વિંછીયા રોડ બાયપાસ ચોકડી પાસેથી પૉલીસ નૅ શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સ મળી આવતા મોટરસાયકલ બાબતે કોઇ આધાર પુરાવા કે બાઇક રજી. લગત કોઈ કાગળો હોય તો રજુ કરવા કહેતા નહિ હોવાનું જણાવતા બાઇક બાબતે ઈ-ગુજકોપ એપ્લિકેશન મારફતે વેરીફાય કરત મો.સા મુદ્દામાલ હોવાનું જણાય આવતા ચોરીનૉ આરોપી નરેશભાઈ હરેશભાઈ સાઢમીયા જાતે દેવીપુજક ઉ.વ. ૩૦ ધંધો મજુર, રહે. જસદણ ગઢડીયા રોડ પાણીના ટાંકા પાસે તા. જસદણની અટકાયત કરી પુછતાછ કરતા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાંથી ચોરી કર્યા ની કબુલાત આપી હતી આ કાર્યવાહી જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. જે.પી. ગોસાઈ, પો.સબ. ઈન્સ. આર.આર. સોલંકી, યુએચસી રેવાભાઈ ખાંટ, યુએચસી હરશ્યામસિંહ ચુડાસમા, યુપીસી ભાવેશભાઈ છેડા, તથા પૌંસી રાહુલભાઈ ઝાપડીયા દ્વારા કરવામાં આવેલ છે.