error: This Content is protected !!

આટકોટ થી રાજકોટ ભાવનગર હાઇવે ઉપર અસંખ્ય ખાડાથી વાહન ચાલકો નાગરિકો ત્રાહિમામ નેતાઓ અને તંત્રના ઠાગાઠૈયાથી રોષ સાથે લોકોએ આપ્યા શ્રાપ

એક વર્ષમાં માત્ર છ મહિના જ રોડ ચાલવા લાયક હોય છે નાગરિકોના પૈસાથી થતા કાયમી થાગડ ભાણાથી નાગરિકો પરેશાન નેતાઓ અને જવાબદાર તંત્ર ઉપર રોષ ઠાલવી રહ્યા છે

 

જવાબદાર નેતાઓ તથા તંત્ર વાહકોએ કોન્ટ્રાક્ટરનો કાન આંબળી માનવ હીતમાં કામ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અન્યથા પલંગે પીડા છો લોકોએ આપ્યા શ્રાપ

 

રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર આટકોટ થી રાજકોટ સુધીમાં અસંખ્ય ખાડાથી વાહન ચાલકો નાગરિકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ અને લોકોના મત લઈ અને ચૂંટાયેલા રાજકીય નેતાઓના પેટનું પાણી નથી હલતું જેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેમાંય વળી ઊડીને આંખે વળગે એવી વાત તો એ છે કે આટકોટ અને વીરનગર વચ્ચે વરણી રાજ હોટલથી આગળ એક એવડો મોટો ભુવો ખાડો છે કે ત્યાં અનેક મોટરસાયકલ સવારૉ મોં ભર્યા પડ્યા છે તો અનેક ફોરવીલ ના આગલા બમ્પર તૂટી ગયા છે ઝમપરીયા પણ વળી ગયા છે કોઈ જાગૃત જીવદયાપ્રેમી નાગરિકે અન્ય નાગરિકોનો જીવ ચાવવા અહીં દિશા સૂચક સાવધાન બોર્ડ મૂકી લોકોને અકસ્માતથી ચતાવવા પ્રયત્ન કર્યો છે ત્યારે કહેવાતા આ જવાબદારો શું કરી રહ્યા છે અહીંથી રોજ મોટા મોટા અધિકારીઓ અને મોટા મોટા રાજકારણીઓ પસાર થાય છે શું તે આંધળા છે તેને નથી દેખાતું જેવા વિવિધ સવાલો વાહન ચાલકો તથા અહીંથી પસાર થતા લોકોએ ઉઠાવ્યા છે જો થોડી ઘણી રાજ શરમ બચી હોય તો આવા ખાડા 45 ડી મુજબ કોઈને પૂછ્યા વગર રીપેર કરી બુરી નાખવા જોઈએ અને દર વર્ષે છ મહિના જ આ રોડ ચાલવા લાયક હોય છે જેવો વરસાદ આવૅ છૅ તુરંત તૂટી જાય વળી થીંગડા મારે વળી તૂટી જાય છ મહિના લોકોને રોજ જ હડદાં ખાવાના પ્રજાના પરસેવાના ના પૈસા કોના બાપની દિવાળી જવાબદારોએ માનવતા દાખવી અને કોન્ટ્રાક્ટર નો કાન આમળી માનવતા લાયક કામ કરાવવા લોકોએ લાગણી માંગણી પ્રગટ કરી છે અન્યથા પલંગે પીડા છો તે નક્કી જ છે તેવા શ્રાપ આપ્યા છે