બાબરાના સુખપરમાં ચારિત્ર્યહીન પતિના કરતુત અંગે જાણ કરતા સાસુ, સસરાએ કહ્યું, તારે કંઈ નહીં બોલવાનું મામલો ભાડલા પોલીસમાં પહોંચ્યો
જસદણના મદાવા ગામે રહેતી પરણીતાએ પતિ, સાસુ-સસરા, નણંદ અને નણદોયાના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી અંતે ફરીયાદ નોંધાવી
હાલ જસદણ મદાવા ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ બાબરાના સુખપર ગામે રહેતા પતિ સાસુ સસરા અને નણંદ-નંણદોયાના ત્રાસથી કંટાળી તેઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ ભાડલા પોલીસમાં નોંધાવી છે બનાવ અંગે હાલ જસદણ મદાવા પરિણીતાએ નૉધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પતિ નરેશ કાનજીભાઈ પરમાર, સસરા કાનજી ભીખાભાઈ પરમાર, સાસુ ગનુબેન પરમાર (રહે. ત્રણેય સુખપર તા.બાબરા) તથા ભારતીબૅન અરવિંદભાઈ ચાવડા અરવિંદભાઈ માલાભાઈ ચાવડા (રહે. બંને. રૂપાવટી તા.વિંછિયા) ના નામ આપી જણાવ્યું હતું કે, તે હાલ તેના માવતરના ઘરે તેના લગ્ન દસ વર્ષ પૂર્વે સુખપર ગામના નરેશ પરમાર સાથે થયા હતા.
લગ્ન બાદ પતિ તથા સાસરીયાયાએ ત્રણેક વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ અવારનવાર કહેતા હતા કે, તું ઘરનું કામ સરખું કરતી નથી. તેમ કહી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. પરિણીતા આ વાત પતિને કહે તો પતિ કહેતો કે, તારે મારા ઘરના સભ્યો વિશે મને કંઈ કહેવાનું નહીં તેવું કહી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતો હતો. જેથી પરિણીતા અવારનવાર માવતરે રીસામણે આવતી ચાલી જતી હતી પરંતુ સમાજના આગેવાનો દ્વારા ઘરમેળે સમાધાન કરાવી દેતા હતા. પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોય જેથી આ વાત સાસુ ગનુબેન તથા સસરા કાનજીભાઈને કહેતા સાસુ-સસરાએ કહ્યું હતું કે, તે જે કરે તે તેમાં તારે કંઈ બોલવાનું નહીં નણંદ ભારતી તથા નંણદોયા અરવિંદભાઈ અવારનવાર ઘરે આવતા અને પતિની ઉશ્કેરણી કરતા હતા. જેથી અતિ ઢીકાપાટુનો માર મારતો આ દુઃખ ત્રાસ સહન ન થતા પાંચેક મહિના પૂર્વે પરિણીતા માવતરના ઘરે આવી ગઈ હતી. બાદમાં તેણે આ અંગે પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે