જસદણ વિંછીયા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોડે મોડે પણ વરસાદનાં આગમનથી લોકોમાં ખુશીની લહેર મેઘમહેર થતાં મૂરઝાતા પાકને જીવનદાન
મુખ્ય પાકો મગફળી સોયાબીન તુવેર કપાસ કઠોળ સહિતના પાકને ફાયદો થશે જુવાર બાજરી જેવા ઘાસચારામા રાહત હજુ સાર્વત્રિક ધોધમાર વરસાદની જરૂરિયાત
જસદણ વિંછીયા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની પધરામણી થતાં લોકોમાં ખુશી વ્યાપી છે. સૂકાઈ રહૅલ ધરતી પર મુરઝાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે આ વરસાદના કારણે મુખ્ય પાકો એવા મગફળી સોયાબીન તુવેર, કપાસ કઠોળ સહિતના પાકને ફાયદો થશે જુવાર બાજરી મકાઈ જૅવા ઘાસચારામાં થૉડી રાહત થશે
ગત જુલાઈ માસમાં વરસાદ આવ્યા બાદ બે માસ સુધી મેઘરાજા ગાયબ થઈ ગયા હતા મસમોટો ખર્ચ કરી વાવણી કરનાર ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા પાક બચાવવા માટે રાત દિવસ દોડધામ કરી રહ્યા હતા. આ ઉપરાંત પીવાનાં પાણીની સમસ્યા વિશે લોકોમાં ચિંતા વ્યાપી હતી. ગઈકાલથી ભાદરવા માસના પ્રારંભ થતા જ મેઘરાજાની પધરામણી થતા મુરઝાઈ રહેલા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતો તેમજ લોકોના
શુષ્ક ચહેરા પર થોડી રોનક આવી છે. આ અંગે જુનાગઢના કૃષિ તજજ્ઞ સુભાષભાઈ ચોથાણીએ જણાવ્યું હતું કે, આ વરસાદથી આગોતરી મગફળીને ફાયદો છે. જ્યારે વાવણી બાદ વરસાદ ન પડતા જે મગફળી નબળી હતી તેનો ડોડવા બંધાવાનો સમય વીતી ગયો છે. આવી મગફળીને આ વરસાદથી ફાયદો તો થશે પરંતુ ઉત્પાદનમાં કોઈ લાંબો ફરક નહિ પડે જ્યારે સોયાબીનમાં હાલ શીંગ બંધાવાનો સમય છે તેમાં ફાયદો થશે. કપાસમાં પણ પિયત થઈ ગયું છે. જે ખેડૂતોએ આંતર પાક તરીકે તુવેરનું વાવેતર કર્યું છે તેઓને પણ આ વરસાદનો લાભ મળશે હજુ પણ સાર્વત્રિક ધોધમાર વરસાદની જરૂર છે