જસદણ વિંછીયા સરધાર કૉટડા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી મૅધરાજાના રીસામણા થી મગફળી કપાસ સોયાબીન સહિતના પાક મૂરઝાવા લાગ્યા
ધરતીપુત્રૉ એ ખૅતીમા 70 થી 80 ટકા ખર્ચ તો કરી નાખ્યૉ પરંતુ મેહુલીયા ના રૂસણા અનૅ કાળજાળ ગરમીને કારણે ઉભો પાક સુકાઈ જવાની ભીતિથી જગતનૉ તાત ચિંતાતુર
જસદણ વિંછીયા સરધાર કોટડા સહિતના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતનૉ સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અનેક તાલુકાઓમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી રાજકોટ જિલ્લાના જસદણ વિંછીયા કોટડા સાંગાણી સરધાર કોટડા પીઠા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સમયસર વરસાદ નહીં વરસે તો વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની સાથે ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે જિલ્લા પંથકના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતમાં ઠીકઠાક વરસાદ થતાં ખેડૂતોએ મુખ્ય પાક એવા મગફળી, કપાસ,તુવૅર,ઍરંડા, સોયાબીન, મગ,મઠ,તલ,જુવાર, બાજરી,મકાઇ,મરચી સહિતના વિવિધ પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાકના અંકુર ફૂટ્યા બાદ એક બે જેવા તેવા વરસાદ થયા બાદ હવે વરસાદ ખેંચાતા અનેક ખેતરોમાં પાક મુરઝાવા લાગ્યાછે કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે વાવેલા બીજ જમીનમાં જ પડ્યા રહેતા પાકનો યોગ્ય ઉગાવો પણ થયો નથી વરસાદ ખેંચાતા કૂવા, બોર ચૅકડૅમ અને તળાવના પાણીના સ્તર પણ નીચે જતા રહ્યા છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. મગફળીનો પાક પીળો પડવા લાગ્યો છે. પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડી રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચને કારણે ખેડૂતોનો એક વીધે અંદાજે 70થી 80 ટકા જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે. કપાસના છોડ પણ વરસાદના અભાવે સુકાવા લાગ્યા છે અને આગામી સમયમાં ઉત્પાદન પર તેની સીધી અસર થવાની શક્યતા છે. બીજી તરફ વરસાદની ખેંચાવાને કારણે પશુઓ માટે જરૂરી ઘાસચારાની અછત સર્જાવાની પણ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવવામાં આવે અને પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે. જો સ્થિતિ ગંભીર હોય તો અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને જરૂરી રાહત અને સહાય આપવા માગણી ઉઠવા પામી છે.