જસદણ વિંછીયા પંથકમાં કુદરતની ડબલ ઋતુનો અનુભવ ધુમ્મસ અને વરસાદ એક સાથે મૅઘરવૉ આવે એટલે વરસાદ ની વિદાય નક્કી કહેવત ખોટી પડી
રાજકોટ ભાવનગર હાઈવે રોડ તથા આટકો જસદણ અમદાવાદ હાઈવે રોડ ઉપર ધુમ્મસથી વીઝીબીલીટી ઘટી ચાલુ લાઈટે વાહનોની ગતિ ઘટાડવી પડી
જસદણ વિછીયા સરધાર આટકોટ કોટડાપીઠા પંથકમાંવાતાવરણમાં પલટો આવ્યો હતો ધુમ્મસ અને વરસાદ ની ઋતુનો કુદરતી અલગ અનુભવ લોકોને થયો હતો વરસાદ અને ધુમ્મસ એક સાથે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે મેઘરવો ધુમ્મસ ઝાકળ આવે એટલે ચોમાસાની વિદાય નિશ્ચિત હોય છે પરંતુ આ પંથકમાં મેઘરવો અને વરસાદ સપ્તાહથી આવે છે જે જૂની કહેવત હાલ ખોટી સાબિત થઈ રહી છે રાજકોટ ભાવનગર હાઇવે તથા જસદણ અમદાવાદ હાઈવે પર મૅઘરવાનૉ જોરદાર ધુમ્મસ છવાઈ ગયૉ હતૉ વહેલી સવારથી જ જસદણ આટકોટ જંગવડ પાંચવડા સરધાર હલેન્ડા ભાડલા જીવાપર કોટડા પીઠા ખાનપર સાણથલી બળધોઈ ચીતલીયા કાનપર વિંછીયા હિંગોળગઢ અમરાપુર લીલાપુર પંથકમાં જોરદાર મેંઘરવૉ આવતા ધુમ્મસ છવાઈ ગયું હતુ આટકોટ જસદણ અમદાવાદ હાઈવે તથા ભાવનગર હાઈવે પર વાહનો ધીમાં ચાલ્યા હતા એકબીજા વાહન નજીકથી પણ દેખાતા ન હોવાથી લાઈટો ચાલુ રાખવી પડી હતીવીઝીબીલીટી ધટી જતાં વાહન ચાલકો ને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું વહેલી સવારે 4 વાગ્યા થી જોરદાર ઑજસ ધુમ્મસ છવાઈ કુદરત ની ડબલ ઋતુ નો લોકોએ અનુભવ અહેસાસ હતો