error: This Content is protected !!

વિંછીયાના મોટા માત્રામાં પત્ની રિસામણે હૉય વારંવાર મનાવવા છતાં પરત ન આવતા પત્ની વિયોગમાં પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો

વિંછીયામા પત્ની રિસામણે હોય વારંવાર મનાવવાનો પ્રયાસ કરવા છતાં પણ પરત ન આવતા પત્નીનૉ વિયોગ સહન ન થતા પતિએ આપઘાત નો પ્રયાસ કર્યો હતો પ્રાપ્ત વિગત મુજબ વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામૅ રહેતા અને ખેતી કામ કરતા મુનાભાઈ રામજીભાઈ રોજાસરા ઉંમર વર્ષ ૨૫ ગઈકાલે સાંજે જ પોતાની વાડીએ હતા ત્યારે પત્ની વિયોગમાં ઝેરી દવા પી જતા પ્રથમ વિંછીયાની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા આ અંગે તેમણે જણાવ્યું હતું કૅ તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પત્ની ભાવના ૨ વર્ષથી રિસામણે રહે છે. અનેક પ્રયત્ન કરવા છતાં તે પરત આવતી ન હોવાથી પગલું ભર્યું હતું હાલ મુનાભાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે તેનું નિવેદન લેવા તજવીજ કરી હતી.